Skip to main content
Settings Settings for Dark

અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ : યશસ્વી જયસ્વાલ-તિલક વર્માએ બીજી વિકેટ માટે 71* રનની ભાગીદારી કરી

Live TV

X
  • ભારતે બાંગ્લાદેશ સામે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 25 ઓવરમાં 1 વિકેટે 80 રન કર્યા છે. યશસ્વી જયસ્વાલ 44 (79) રને અને તિલક વર્મા 28 (54) રને રમી રહ્યા છે. દિવ્યાંશ સક્સેના 2 રને અવિષેક દાસની બોલિંગમાં પોઇન્ટ પર હસનના હાથે કેચ આઉટ થયો હતો.

    બાંગ્લાદેશે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત સાતમી વાર ફાઇનલ રમી રહ્યું છે અને તેની પાસે પાંચમી વાર ચેમ્પિયન બનવાની તક છે. ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. સેમિફાઇનલમાં ભારતે  પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રેવશ મેળવ્યો હતો. ભારત પહેલીવાર 2000માં ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2008, 2012 અને 2018માં ચેમ્પિયન, જયારે 2006 અને 2016માં રનરઅપ રહ્યું હતું.

    ભારતની પ્લેઈંગ ઇલેવન : પ્રિયમ ગર્ગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, , ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, રવિ બિશ્નોઇ અને આકાશ સિંહ.

    બાંગ્લાદેશની પ્લેઈંગ ઇલેવન : પરવેઝ ઇમોન, ટી હસન, હસન જોય, તોવહીદ હ્રદોય, શહાદત હોસેન, અવિશેક દાસ, અકબર અલી (વિકેટકીપર/ કપ્તાન). શમીમ હોસેન, રકિબુલ હસન, શોરિફુલ ઇસ્લામ અને તનઝીમ હસન
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply