Skip to main content
Settings Settings for Dark

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ સાઇના નેહવાલ અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં પહોંચ્યા

Live TV

X
  • તો ભારતની મહિલા સ્ટાર ખેલાડી વીપી સિંધુ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી.

    ભારતીય બેડમિન્ટન સ્ટાર કિદામ્બી શ્રીકાંત અને સાઇના નેહવાલ ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. 
    સાઇનાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોઉરને 21-17 21-18થી 35 મિનિટમાં પરાજય આપ્યો હતો. શ્રીકાંતે પ્રથમ રાઉન્ડનાં મુકાબલામાં ફ્રાન્સના બ્રાઇસ લિવર્ડેઝને 21-13, 21-11થી સીધા સેટમાં હરાવ્યો હતો. બીજી તરફ અન્ય એક મુકાબલામાં ભારતના બી સાઇ પ્રણિથે હમવતન ખેલાડી એચએસ પ્રણોયને ,21-19,/ 21-19થી હરાવી બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું હતું. મહિલા સિંગલ્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ પાંચમી ક્રમાંકિત પીવી સિંધૂનો પરાજય થયો હતો. સિંધૂનો પ્રથમ રાઉન્ડમાં કોરિયાની સુંગ જી હ્યુન સામે 16-21,22-20, 18-21થી પરાજય થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply