Skip to main content
Settings Settings for Dark

ખેડાઃ નડિયાની મૈત્રી સંસ્થાના 9 દિવ્યાંગોએ ટાઈકવોન્ડો સ્પર્ધામાં જીત્યા ગોલ્ડ મેડલ

Live TV

X
 • રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે આ ખેલાડીઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે.

  ખેડાના નડિયામાં આવેલી મૈત્રી સંસ્થાના 9 દિવ્યાંગે , રાષ્ટ્રીય કક્ષાએ ટાઈકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી , ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજસ્થાનના ઝુંઝૂન જિલ્લામાં , દિવ્યાંગ ખેલાડીઓ માટે છઠ્ઠી પેરા ટાઈકવોન્ડો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધા સેરેબલ પાલ્સી , એટલે કે માનસિક દિવ્યાંગ , અને શારીરિક ક્ષતિ ધરાવતા સ્પર્ધકો માટે , માર્શલ આર્ટ જેવી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં દિલ્લી, ગુજરાત, હરિયાણા, પંજાબ, કેરળ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશના સ્પર્ધકો વચ્ચે , સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ , મૈત્રી સંસ્થાના દિવ્યાંગ ખેલાડીઓએ કર્યું હતું. ગુજરાતના 9 ખેલાડીઓએ , સ્પર્ધામાં 9 ગોલ્ડ મેડલ જીતી , એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. હવે આ ખેલાડીઓ , આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે. 

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 19-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-07-2019 Max Temp : °C Min Temp : °C
apply