Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં 18 મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર

Live TV

X
  • ગુજરાતના અજિતે 21 વર્ષ શ્રેણીમાં પાંચ હજાર મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

    ઉત્તર પ્રદેશના જતીનકુમાર કનૌજિયાએ ગુવાહાટીમાં ચાલી રહેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 માં ત્રણ ગોલ્ડ મેડલ સાથે પોતાની વિજયયાત્રા ચાલુ રાખી છે. તેમણે આજે 17 વર્ષની વય જૂથમાં આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો. તે જ વયના મધ્યપ્રદેશના વિવેક કુમારે જેવેલિન ફેંકવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    તેલંગાણાની નંદિનીએ પણ સમાન કેટેગરીની યુવતીની લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મહારાષ્ટ્રના અર્જુને ત્રણ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતના અજિતે 21 વર્ષથી ઓછી વયના છોકરાઓ વર્ગમાં પાંચ હજાર મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હજી સુધી, મહારાષ્ટ્ર ચાર ગોલ્ડ મેડલ અને કુલ મળીને 18 મેડલ સાથે મેડલ મેળવવામાં પ્રથમ ક્રમે છે. ત્રિપુરાને ચાર ગોલ્ડ મેડલ મળ્યા છે. ઉત્તરપ્રદેશ ત્રીજા નંબર પર છે જેણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રિપુરા જિમ્નેસ્ટિક્સના કોચ સુમા નંદીએ જણાવ્યું હતું કે, પ્રિયંકાને ખેલો ઈન્ડિયા તરફથી ભાવિનો ઠોસ પાયો મળ્યો છે. જાણીતા કોચ બલવાનસિંહે કહ્યું કે ભારત વિશ્વની રમતગમતની રાજધાની બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply