Skip to main content
Settings Settings for Dark

મુંબઈએ ચેન્નઈને 1 રને હરાવ્યું, ટ્રોફી કરી કબજે

Live TV

X
  • આઈપીએલ-12ના ફાઇનલમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે.

    હૈદરાબાદઃ 
    આઈપીએલના રોમાચંક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ મલિંગાએ માત્ર સાત રન આપ્યા હતા. ચેન્નઈને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી પરંતુ મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો. 

    આઈપીએલ-12ના ફાઇનલમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે.  મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા છે અને ચેન્નઈને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

    પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા છે અને ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી પોલાર્ડે સૌથી વધુ 41* રન બનાવ્યા હતા. તેણે 25 બોલનો સામનો કરતા 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ડિ કોક 29, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ 15-15, હાર્દિક પંડ્યા 16, ઇશાન કિશને 23 રનનું યોગદાન આપ્યું હતું. 

    દીપક ચહરે 26 રનમાં 3, શાર્દુલે 37 રન આપીને 2, અને તાહિરે 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply