Skip to main content
Settings Settings for Dark

વિશાખાપટ્ટનમ ટેસ્ટઃ ભારતની પકડ મજબૂત, જીતથી 2 વિકેટ દૂર

Live TV

X
  • ભારતીય પેસ બોલર મોહમદ શામીના તરખાટ સામે ઘૂંટણીએ પડ્યાં પ્રવાસીઓ

    વિશાખાપટ્ટનમ ટેસ્ટ રોચક બની ગઇ છે. પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ હવે હારની અણી ઉપર પહોંચી ગઇ છે. ભારતીય પેસ બોલર મોહમદ શામીના તરખાટ સામે પ્રવાસીઓ ઘૂંટણીએ પડી ગયાં હતા. માર્કરામ સિવાય ભારતીય બોલરોની ઘાતક બોલીંગ સામે કોઇ બેટ્સમેન ટકી શક્યા ન હતા. એક વિકેટે અગિયાર રને ગઇકાલના સ્કોરથી રમવાનું શરૂ કરતાં દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં એક પછી એક એમ 8 વિકેટ ગુમાવી દીઘી હતી. 
    સ્પીનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલીંગ અને મહોમદ શામીના ઘાતક સ્પેલ સામે આફ્રિકન ટીમ ઘૂંટણિયે પડી હતી. ભારતે જીત માટે મૂકેલા 395 રનના લક્ષ્યાંક સામે છેલ્લા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 95. રન કરી લીધાં છે. અગાઉ ભારતે પહેલી ઇનિગ્સમાં 502 અને બીજી ઇનિગમાં 323 રન કર્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા દાવમાં 431 રન કરી શકી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply