Skip to main content
Settings Settings for Dark

BCCIની બેઠક, ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજૂરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટ બોર્ડના પ્રસ્તાવને મંજૂરી આપે તો આગામી વર્ષે જુલાઇમાં ખતમ થઇ રહેલો ગાંગુલીનો કાર્યકાળ 2024 સુધી વધારી શકાય છે

    BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ) રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે. સૌરવ ગાંગુલીને ઓક્ટોબરમાં અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમનો 9 મહિનાનો કાર્યકાળ આગામી વર્ષે જુલાઈમાં ખતમ થઇ રહ્યો છે.બેઠક બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમારે ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમ ઠીક કરવાની છે. કેપીએલ (કર્ણાટક પ્રીમિયર લીગ) હજી ચાલુ છે. જો તે બંધ ન થાય તો આપણે કંઈક કરવું પડશે. તેમણે કહ્યું કે આઈસીસીની ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં બોર્ડના પ્રતિનિધિ અંગે બીસીસીઆઈનો નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે. જો કે, નિયમ એ છે કે બીસીસીઆઈ સચિવ બોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply