Skip to main content
Settings Settings for Dark

T-20 RANKING : કે એલ રાહુલે પોતાનું છટ્ઠુ સ્થાને જાળવી રાખ્યું

Live TV

X
  • ઇન્ડિયન ઓપનર કે એલ રાહુલે પોતાનું છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી ટી -20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની રેન્કિંગના બેટિંગ ચાર્ટમાં નવમા સ્થાને છે.

    ભારતીય ઓપનર લોકેશ રાહુલ શનિવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા T-20 રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.જ્યારે ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે. તેના 683 પોઈન્ટ્સ છે. અન્ય કોઈ બેટ્સમેન ટોપ-10માં સામેલ નથી, જયારે ટોપ 10 બોલર્સમાં એકપણ ભારતીયનો સમાવેશ થતો નથી. બોલર્સમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે. બુમરાહ આઠ સ્થાનના ફાયદા સાથે રેન્કિંગમાં 39મા સ્થાને છે.

    રાહુલે શ્રીલંકા સામે 45 અને 54 રનની ઇનિંગ્સ રમી હતી. તેને 26 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. તેના અત્યારે 760 રેટિંગ પોઈન્ટ્સ છે અને તે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી 6 પોઈન્ટ્સ પાછળ છે. રાહુલના સાથે શિખર ધવનને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે 15મા સ્થાને પહોંચો ગયો છે. મનીષ પાંડે ચાર સ્થાનના ફાયદા સાથે 70મા ક્રમે પહોંચી ગયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply