Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
India | DD News Skip to main content
Settings Settings for Dark

India

Live TV

X

દમણના બીચ પર ઉમટી પડ્યા પ્રવાસીઓ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉનાળાના વેકેશનમાં હમણાં પ્રવાસીઓનો ધસારો છે. દમણના દેવકા બીચ, જંપોરબીચ, સી ફેસ જેટી સહિત સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મોટી દમણનો જંપોર બીચ સુંદર છે અને ત્યાં પર્યટકો ઘોડેસવારી, ઊંટસવારી, પેરાગ્લાઇડીંગ, નાની મોટર બાઈક, ડાઇવીંગ વગેરે કરી આનંદ ઉઠાવી રહ્યા છે. તો દરિયામાં નહાવાની અને કિનારા ઉપર ક્રિકેટ રમવાની મજા માણી રહ્યા છે.

Gujarati

ભારત-ચીન સંયુક્ત આર્થિક સમુહની ગઈકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ

ભારત ચીન સામે વેપાર અસંતુલનનો મુદ્દો વારંવાર ઉઠાવે છે. ઔષધી અને કૃષિ ઉત્પાદન તથા સુચના પ્રૌદ્યોગીકી સેવાઓ સહિત ઘણા ક્ષેત્રોમાં ભારત નિકાસ યોગ્ય બનાવવા ઉપર માંગ કરતું રહ્યું છે, જે માટે ભારત-ચીન સંયુક્ત આર્થિક સમુહની ગઈકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ ચીનમાં તલ, સોયાબીન, બાસમતી અને ગેરબાસમતી ચોખા, ફળો, શાકભાજી અને ખાંડ જેવા કૃષિ ઉત્પાદન માટે બજારની ઉપલબ્ધતાની માંગ કરી હતી. ભારતે દવા અને સુચના પ્રોદ્યોગીકી સહિત ઘણા ક્ષેત્રોમાં ભારતીય નિકાસ સુચારૂ બનાવવાના ઉપાયોની માંગ કરી હતી.

Gujarati

દેશમાં માનસિક રીતે અસ્વસ્થ લોકોનું પ્રમાણ 6 થી 7 ટકા

દેશમાં માનસિક રીતે અસ્વસ્થ લોકોનું પ્રમાણ 6 થી 7 ટકા જેટલું છે. ત્યારે માનસિક રીતે અસ્વસ્થ લોકોને સારી સારવાર અને સહાનુભૂતિની જરૂર હોય છે. અમદાવાદમાં આજે શાહીબાદ મેન્ટલ હોસ્પીટલમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મેન્ટલ હેલ્થ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ઝોનના ચાર જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગરના જીલ્લા આરોગ્ય અધિકારી, સર્જન, ડોકટર તેમજ મેન્ટલ હેલ્થ વિભાગ સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો.

Gujarati

ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પ્યિનશીપમાં પીવી સિંધૂએ જીતની કૂચ કરી શરૂ

બર્મિંગહામ ખાતે રમાઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પ્યિનશીપમાં પીવી સિંધૂની જીતની કૂચ ચાલુ છે. સિંધુએ બીજા રાઉન્ડના રોમાંચક મુકાબલામાં થાઈલેન્ડની મિચાઉન જીનપોલને 21-13, 13-21, 21 - 18થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. સિંધૂ અને જીનપોલ વચ્ચે સ્પર્ધા રસાકસીભરી રહી હતી. પુરૂષ સિંગલમાં એચ.એસ. પ્રણવ રોયે બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી. પ્રણવે બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના ટોમી સુગીયાટરેને 21-10, 21 - 19થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હ તો. અન્ય મેચમાં ભારતીય ખેલાડી શ્રીકાંત હાર્યો હતો. બીજા અગ્રતાક્રમનો શ્રીકાંત ચીનના દુઆંગ જીઆંગે રોમાંચક મેચમાં હરાવ્યો હતો.

Gujarati

જર્મનીના રાષ્ટ્રપતિ 22થી 25 માર્ચના રોજ ભારતના પ્રવાસે

જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્કવોલ્ટર સ્ટેન મેયર દ્વિ-પક્ષીય સંબંધો મજબૂત કરવાના ઉદ્દેશથી 22થી 25 માર્ચ સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે સ્ટેન મેયરનો આ પ્રથમ ભારતનો પ્રવાસ બનશે. વિદેશ મંત્રાલય અનુસાર સ્ટેન મેયરનો આ પ્રવાસ મહત્વપૂર્ણ છે. કેમ કે, નવી સરકારના શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિનો પ્રથમ પ્રવાસ છે. જર્મનીના રાષ્ટ્રપતિ આ પ્રવાસ દરમિયાન બીજા ક્રાર્યક્રમો ઉપરાંત વારાણસી જશે, તેમની સાથે જર્મનીના ટોચના ઉદ્યોગપતિ અને ભારતની જાણકારી ધરાવતું એક પ્રતિનિધિમંડળ આવશે.

Gujarati

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસ અને મડાગાસ્કરની સફળયાત્રા બાદ સ્વેદશ પરત ફર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસ અને મડાગાસ્કરની સફળયાત્રા બાદ સ્વેદશ પરત ફર્યા છે. મડાગાસ્કરની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિએ ગુરૂવારે વેપારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. અહીં વેપારી ક્ષમતા અને અવસરો અંગે એક પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. કાર્યક્રમને સંબોધતાં મડાગાસ્કરની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમનો દેશ આર્થિક સુધારા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ રોકાણ માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સમૂદાયના લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ક્ષમતાનો ઉપયોગ કરવા યુવાન ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ. 

Gujarati

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર

ભારતે કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશનરને ઘણા મુદ્દાનો સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને મંત્રાલય સ્થાપિત તંત્ર દ્વારા પાકિસ્તાન સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે. આતંકવાદના મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતું કે, હવે એ વાત સ્પષ્ટ બની છે કે, પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે અને તે વૈશ્વિક રીતે બદનામ આતંકવાદીઓને આશ્રય સ્થાન પૂરૂં પાડી છાવરે છે.

Gujarati

T - 20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો વિજય

જહોનિસબર્ગમાં રમાયેલી ટી - 20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 28 રને પરાજય આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન કર્યા હતા. જેમાં શિખર ધવનના 72 રન મુખ્ય હતા. 204 રનના વિજય લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 175 રન નોંધાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વરકુમારે 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેન જાહેર કરાયો હતો. આ વિજયથી ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ થઈ ગયું છે. 

Gujarati

ભારતની 7 દિવસમાં આજે ગુજરાતની મુલાકાતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો

ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો આજે સવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. ગાંધીનગરથી પરત ફરીને બપોરે તેઓ આઈઆઈએમ ખાતે વક્તવ્ય આપશે. દરમિયાન ગઈકાલે તેમણે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું, કે તાજમહેલ એ દુનિયાની સૌથી સુંદર જગ્યામાંથી એક છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply