અનૂસૂચિત જાતિ કલ્યાણ હસ્તક અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યા
Live TV
-
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન ભાબરિયાના હસ્તે અનૂસૂચિત જાતિ કલ્યાણ હસ્તક અંતર્ગત જુદી જુદી 6 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યા
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન ભાબરિયાના હસ્તે અનૂસૂચિત જાતિ કલ્યાણ હસ્તક અંતર્ગત જુદી જુદી 6 શ્રેણીમાં વર્ષ 2023-24 માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવોને ડો બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયા, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૫૩૪ લાભાર્થીઓની ડ્રો દ્રારા લાઇવ પસંદગી કરી રૂ.૬૩.૮૮ કરોડના લાભો આપવામાં આવશે. ઉપરાંત વિદેશ અભ્યાસ લોન રી-પેમેન્ટ પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
