અમદાવાદમાં આગામી સાત દિવસ 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ: તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની સંભાવના
Live TV
-
અમદાવાદ: ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ શહેરમાં 8 મેથી 14 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આગામી સાત દિવસ દરમિયાન ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી:યલો એલર્ટ: 8 મે થી 11 મે અને 14 મેની સવાર સુધી.ઓરેન્જ એલર્ટ: 11 મે થી 13 મેની સવાર સુધી (ભારે હીટવેવની શક્યતા). મહત્તમ તાપમાન 42°C થી 44°C અને લઘુત્તમ તાપમાન 27°C થી 28°C રહેવાની સંભાવના છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના 6 ઝોનના 17 વોર્ડમાં તાપમાનના આધારે 45 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે.
નાગરિકો QR કોડના માધ્યમથી બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન જે-તે વિસ્તારના મહત્તમ તાપમાનની માહિતી મેળવી શકશે.અતિશય ગરમીથી બચવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીચે મુજબની સાવચેતી રાખવા જણાવાયું છે. પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબત પીવું. તાજા ફળો અને શાકભાજી લેવા. વાસી ખોરાક અને વધુ પડતી ચા-કોફી ટાળવી.આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો.બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો માથાનો દુખાવો, ચક્કર આવવા, ખૂબ પરસેવો થવો કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અથવા ઈમરજન્સીમાં 108 નો સંપર્ક કરવો.
