અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત
Live TV
-
હવે વાત કરીએ રાજ્યના હવામાનની તો, અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. તો, અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે, ગાંધીનગરમાં 42 ડિગ્રી અને ભાવનગરમાં 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
