અમરેલી જિલ્લામાં ટેકાને ભાવે ચણાની ખરીદીની શરુઆત
Live TV
-
અમરેલી જિલ્લામાં ટેકાને ભાવે ચણાની ખરીદી શરૂ થઇ ચૂકી છે. પહેલે દિવસે 5 હજાર 83 ખેડૂતોની નોંધણી થઇ હતી. ખેડૂતોનું રજીસ્ટ્રેશન 15 તારીખ સુધી ચાલુ રહેશે. હાલમાં ચણાના ભાવ રૂપિયા 700થી 800 છે. પરંતુ, સરકારે ટેકાના ભાવ રૂપિયા 1020 નક્કી કર્યા છે. જેને કારણે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણા વેચવા નોંધણી કરાવવા ખેડૂતોની કતારો લાગી છે. 15 ફેબ્રુઆરીથી અમરેલી જિલ્લાના નવ સેન્ટર ખાતે ખરીદીનો પ્રારંભ થશે. ગામડાઓમાં વી.સી.ઇ મારફતે નોંધણી શરૂ થઇ છે. જિલ્લાભરમાં શિયાળુ પાક ઘઉં અને ચણાનું જંગી વાવેતર છે. અમરેલી જિલ્લા પુરવઠા નિગમ અધિકારીએ જણાવ્યું હતું કે 15મીથી બાબરા ,લાઠી, અમરેલી, ધારી ,બગસરા અને ખાંભા ટીંબી, જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલા એપીએમસી સેન્ટર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થશે.
