Skip to main content
Settings Settings for Dark

આગામી 1લી જાન્યુઆરીએ સવારે 7 થી 8 કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે

Live TV

X
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 1લી જાન્યુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું છે.

    આજની યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ અનોખું અભિયાન હાથ ધરાયું છે.નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે.

    આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Live ના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ આગામી 1લી જાન્યુઆરી ૨૦૨૬એ સવારે 7:00 થી 8:00 કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાસી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.

    આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી (GenZ)ને એ સંદેશ આપવાનો છે કે 1લી જાન્યુઆરી એ માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેન્ડર વર્ષ ઉજવવાનો દિવસ નથી, પરંતુ આપણા શરીર અને મનને ઊર્જાવાન બનાવવાનો અવસર છે. નૂતન વર્ષની સૂર્યનારાયણની નૂતન કિરણને નમસ્કાર કરવાનો અવસર છે.  'વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ' અને 'વિદેશીથી સ્વદેશી તરફ'ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.

     આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, 1લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે.*કઈ રીતે જોડાવું ?* નાગરિકોએ 1લી જાન્યુઆરીએ સવારે 7:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લેવા રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply