Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

Live TV

X
  • ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે.

    આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. આપણા દેશને સક્ષમ બનાવીને આત્મનિર્ભર બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે એવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે જેનાથી ભવિષ્યમાં હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ભારતની રક્ષા મંત્રાલય હસ્તકની કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર (એક જ નિર્ધારિત કંપનીને ટેન્ડર) જારી કરવામાં આવ્યું છે. 

    28 ફેબ્રુઆરી 2026ના NHSRCL દ્વારા આ સિંગલ ટેન્ડર મેસર્સ BEML લિમિટેડને જારી કરવામાં આવ્યું છે જે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત અનુસૂચિ ‘એ’માં સૂચિબદ્ધ કંપની છે. આ કંપની સંરક્ષણ, રેલવે, ઊર્જા, ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મશીનરી ઉત્પાદન અને મહત્વપૂર્ણ  સેવાઓ પૂરી પાડે છે. આ ટેન્ડર અનુસાર કંપનીએ હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન બનાવવાથી શરૂ કરીને તેનું ઉત્પાદન, ટેસ્ટિંગ, તેનું કમિશનિંગ (ટ્રેનને કાર્યાન્વિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવી) અને લાંબા ગાળાના મેન્ટેનન્સની કામગીરી કરવાની રહેશે. ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણના ભવિષ્યલક્ષી વિઝન અનુસાર આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. 

    *અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિમી હાઇ સ્પીડ રેલ કોરિડોર*

    અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. તેના માટે 508 કિલોમીટરનો રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો રૂટ રહેશે. આ ટ્રેનના રૂટમાં 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે.

    *દેશમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત*

    નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે કનેક્ટિવિટીને નવો આકાર આપવા માટે 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુંબઈથી પુણે, પૂણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદ થી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી કોરિડોર સામેલ છે. આ કોરિડોર નિર્માણથી ઉત્તર અને પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત અને પશ્વિમ ભારતના વિસ્તારોમાં કનેક્ટિવિટીનો વ્યાપ વધશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ નિર્ણય પર્યાવરણને અનુકૂળ ટકાઉ પેસેન્જર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે જેનાથી શહેરો વચ્ચે જોડાણ વધશે અને તેમના વિકાસને ગતિ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply