Skip to main content
Settings Settings for Dark

'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ' હેઠળ છેલ્લા 2 વર્ષમાં કુલ 212 એકમોને 963 કરોડ રૂ.થી વધુની સહાય ચૂકવાઇ: મંત્રી બલવંતસિંહ રાજપૂત

Live TV

X
  • તત્કાલીક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં GIDCમાં કાર્યરત નાના-લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં આ'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ' સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ  પ્રકારની વિવિધ યોજનાના પરિણામ સ્વરૂપે આજે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત મોડેલ દેશભરમાં પ્રચલિત થયું છે. ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ  હેઠળ ગુજરાતમાં રાજ્ય સરકારે તા. 31-12-2023 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 212 એકમોને 9,63,86,85,744/- રૂ. ની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે તેમ, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ દ્વારા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.  

    ઉદ્યોગ મંત્રી રાજપૂતે પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ અને કાર્યરત પ્રોજેક્ટના વિકાસ-વિસ્તૃતકરણના હેતુથી 10 વર્ષના સમયગાળા માટે સહાય આપવામાં આવે છે. જેમાં તાલુકા-01, તાલુકા-02 અને તાલુકા-03 એમ ત્રણ કેટેગરીમાં ગ્રાન્ટ- સબસીડી આપવામાં આવે છે. આ હેઠળ ઉદ્યોગ એકમોને જમીન,નવીન બિલ્ડીંગ, નવીન મશીનરી-સાધનો, ડિઝાઇન વગેરે ક્ષેત્રે રોકાણ માટે નિયમો મુજબ સહાય કરવામાં આવે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply