ઈન્જેક્શનની કાળાબજારીમાં સરકારી કર્મચારીની સંડોવણી હશે તો પણ કાર્યવાહી થશેઃ પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા
Live TV
-
રાજકોટ શહેરમાં પ્રભારી સચિવ આઇએએસ અધિકારી રાહુલ ગુપ્તાએ રેમડેસીવિર ઇન્જેક્શનના કાળાબજાર મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે.તેમજ સમગ્ર મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
કોઈ સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ આરોપીમાંથી એક આરોપી સિવિલ હોસ્પિટલનો કોન્ટ્રાક પર કામ કરતો કર્મચારી છે.
રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે 25 દિવસ પહેલા કોરોના દર્દીઓનો રિકવરી રેટ 53 ટકા હતો,જે અત્યારે 82 ટકા પર પહોંચ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
