ઉઝબેકિસ્તાન પ્રવાસનાં બીજા દિવસે સમરકંદનાં ગવર્નરની મુલાકાત કરતાં મુખ્યમંત્રી
Live TV
-
તાશ્કંદની બુલેટ ટ્રેનમાં સમરકંદ પહોંચ્યા મુખ્યમંત્રી- વેપારની સંભાવનાઓ પર કરી ચર્ચા
ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી ,સમરકંદના ગવર્નરને માહિતગાર કર્યા હતા. સમરકંદના ગવર્નર આ ખેતી પદ્ધતિથી ખુબ જ પ્રભાવિત થયા હતા. જેથી સમરકંદ ગવર્નરે ઉઝબેકિસ્તાનના બાયોટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો અને ખેડૂતોનું એક જોઈન્ટ વર્કીંગ ગૃપ ,ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે મોકલવાનું સૂચન કર્યું હતું.મુખ્યમંત્રીએ પણ આ વર્કીંગ ગૃપની મૂલાકાત દરમિયાન રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્ર સહિત ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે મુખ્યમંત્રી અને સમરકંદ ગવર્નર વચ્ચે ફળદાયી વિચાર વિમર્શ થયો હતો
