Skip to main content
Settings Settings for Dark

કલોલના સાંતેજ GIDCમાં ખાખરાની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ

Live TV

X
  • કલોલના સાંતેજ GIDCમાં ખાખરાની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં ગત રાત્રે એક મોટી આગની ઘટના સામે આવી હતી. સાંતેજ GIDCમાં આવેલી સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

    આ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમે આ ઘટનાને મેજર કૉલ (મોટી દુર્ઘટના) તરીકે જાહેર કરી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

    ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આ ભીષણ આગ ઉપર આખરે કાબૂ મેળવ્યો હતો. જોકે, દિવાળીના તહેવાર નિમિત્તે ઉત્પાદન ચાલતું હોય તેવી શક્યતા છે, ત્યારે આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply