ગાંધીનગરથી હર્ષ સંઘવીએ 119 કિલોમીટર પુરુષ સાયક્લિંગના રમતવીરોને પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે 10:00 વાગ્યે ગાંધીનગરના ચ-0 સર્કલ ખાતેથી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત 119 કિલોમીટર પુરુષ ગૃપ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એશિયન સાયક્લિંગ કન્ફેડરેશનના સેક્રેટરી જનરલ ઓમકારસિંહે મંત્રી સંઘવીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મનિન્દરપાલ સિંઘ, સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના ખજાનચી પ્રતાપ જાધવ તથા રમત ગમત ક્ષેત્રના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
