ગાંધીનગરના વર્ગ-1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષકને ત્યાં એસીબીના દરોડા: 2.64 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત ઝડપાઈ
Live TV
-
ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (વર્ગ-1) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાંચની રકમ સ્વીકારતા હોવાની બાતમીના આધારે પોલીસે હાથ ધરેલી તપાસમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ, આરોપી અધિકારી સોલાર પ્રોજેક્ટના સેફટી સર્ટીફીકેટ અને એન.ઓ.સી. આપવામાં સ્થળ તપાસ કર્યા વગર જ ગેરકાયદેસર લાંચ મેળવતા હતા. આ લાંચની રકમ તેઓ પોતાની સરકારી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં ઘરે લઈ જતા હોવાની ચોક્કસ બાતમી એસીબીને મળી હતી. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપીની ગાડી તપાસતા તેમાંથી રોકડ રકમ અને ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા.ત્યારબાદ સુરત અને ગાંધીનગર ખાતેના તેમના રહેણાંક મકાનો પર પણ તપાસ કરવામાં આવતા રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ મળી આવ્યા હતા.કુલ મત્તાની વિગત ગાડીમાંથી મળેલી રકમ: 5.51 લાખ,રોકડ રકમ (ત્રણેય સ્થળેથી): 1.76 કરોડસોના-ચાંદીની કિંમત: 88.82 લાખ કુલ અંદાજિત મત્તા: 2.64 કરોડથી વધુ આરોપી પોતાની આવકના સ્ત્રોત અંગે સંતોષકારક ખુલાસો ન આપી શકતા, એસીબીના પોલીસ ઈન્સપેક્ટર પી.એન. ખોખરા દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
