Skip to main content
Settings Settings for Dark

ગુજકોમાસોલ દ્વારા 'મેંગો ફેસ્ટિવલ'નો પ્રારંભ: ગ્રાહકોને મળશે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરી

Live TV

X
  • ગુજરાતની શાન ગણાતી કેરીના સ્વાદને ગ્રાહકો સુધી સીધો પહોંચાડવા માટે ગુજકોમાસોલ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.

    ગાંધીનગરના સેક્ટર-૨૫ સ્થિત ગુજકોમાસોલની હેડ ઓફિસ ખાતે આજરોજ 'મેંગો ફેસ્ટિવલ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ગુજકોમાસોલ અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે અને મધુર ડેરીના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

    આ પ્રોજેક્ટ હેઠળ ગુજકોમાસોલ સીધા ખેડૂતો પાસેથી કેરીની ખરીદી કરી, તેના પર વોશિંગ, શોર્ટિંગ અને ગ્રેડિંગ જેવી જરૂરી પ્રક્રિયાઓ કરીને તેને આધુનિક પેકિંગ સાથે ગ્રાહકો સુધી પહોંચાડશે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા "Bakali" નામની મોબાઈલ એપ્લીકેશન દ્વારા કેરીનું ઓનલાઈન વેચાણ પણ કરવામાં આવશે.સમગ્ર ગુજરાતમાં ગુજકોમાસોલ દ્વારા આ વિતરણ વ્યવસ્થા કાર્યરત રહેશે. નોંધનીય છે કે આ મેંગો ફેસ્ટિવલ આગામી ત્રણ મહિના સુધી સતત ચાલુ રહેશે, જેથી કેરીના રસિકો આખી સીઝન ગુણવત્તાયુક્ત કેરીનો આનંદ માણી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply