ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં સાંજના સમયે ધૂળની ભારે ડમરીઓ ઉડી હતી. તો બોટાદના ઢસામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. જોકે ખેડૂત વર્ગમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
દ્વારકાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખંભાળિયાના મોટી ખોખરી, ભાણ ખોખરીમાં પવન ફૂંકાયો હતો અને ભાણવડમાં પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લીના ભિલોડામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે જીરું, વરિયાળી તથા પપૈયાના પાકમાં ખેડૂતોએ નુકસાનની ભીતિ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે બે દિવસની વરસાદની આગાહી કરી છે.
