Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 87 તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં આનંદ છવાયો

Live TV

X
  • રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના 87 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 

    ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર ચાલી રહી છે. ધીમી ધારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. રાજ્યના મધ્યગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. પંચમહાલ જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 9 મીમી, કાલોલમાં 6 મીમી, ઘોઘંબામાં 4 મીમી અને શહેરામાં 17 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, તો આણંદમાં પણ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. 

    ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી શરૂ કરી દીધી છે. આણંદ અને બોરસદ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના 87 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 

    જલાલપોર-નવસારીમાં સાત ઇંચ, સુરત-વલસાડમાં છ ઇંચ, સુરત શહેર-ચીખલી અને ઉમરગામમાં પાંચ ઇંચ વરસાદ,  નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૧૮૬ મી.મી., નવસારીમાં ૧૭૬ મી.મી. મળી કુલ બે તાલુકામાં સાત ઇંચ, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૪૭ મી.મી., વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૧૫૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં છ ઇંચ અને સુરત જિલ્લાના સુરત શહેરમાં ૧૨૪ મી.મી., નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૧૨૫ મી.મી., વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૧૪૨ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

    આ ઉપરાંત રાજ્યના ગીરગઢડા તાલુકામાં ૮૧ મી.મી., વાલોડ તાલુકામાં ૭૫ મી.મી., બારડોલી તાલુકામાં ૯૫ મી.મી., મહુવા(સુરત)માં ૯૬ મી.મી., વલસાડ તાલુકામાં ૮૮ મી.મી. અને વધઇ તાલુકામાં ૭૪ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ; જ્યારે જામજોધપુર તાલુકામાં ૬૦ મી.મી., પોરબંદર તાલુકામાં ૫૩ મી.મી., કેશોદ તાલકામાં ૬૧ મી.મી., મેંદરડા તાલુકામાં ૫૯ મી.મી., વેરાવળ તાલુકામાં ૬૧ મી.મી., રાજુલા તાલુકામાં ૭૧ મી.મી., મહુવા(ભાવનગર) તાલુકામાં ૫૦ મી.મી., અંકલેશ્વર તાલુકામાં ૫૨ મી.મી., નેત્રંગ તાલુકામાં ૫૫ મી.મી., સોનગઢ તાલુકામાં ૫૦ મી.મી., વ્યારા તાલુકામાં ૬૫ મી.મી., ડોલવણ તાલુકામાં ૬૫ મી.મી., માંગરોળ તાલુકામાં ૫૫ મી.મી. અને ખેરગામ તાલુકામાં ૫૪ મી.મી. મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ; જ્યારે ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

    આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧.૭૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં ૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯.૨૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮.૮૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૫૩ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply