Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 30 મેથી રાજ્યમાં વરસાદની શક્યતા

Live TV

X
  • ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગરમીથી ઝઝૂમતા રાજ્યવાસીઓ માટે હવામાન વિભાગે 30 મેથી 1 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી છે.30 મે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.31  મે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે.૧ જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદી માહોલ સર્જાતા રાજ્યમાં પડી રહેલી આકરી ગરમીમાંથી લોકોને રાહત મળવાની આશા બંધાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
apply