Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચાલુ ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી સિઝનનો 24.63% વરસાદ નોંધાયો

Live TV

X
  • ગુજરાતમાં ચાલુ ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી સિઝનનો 24.63% વરસાદ નોંધાયો

    ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી ગતિવિધિઓ જારી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સિઝનનો કુલ 24.63% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના ડેટા મુજબ, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસમાન રહ્યું છે. રિજિયન વાઈઝ વરસાદની વિગત જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 534.92 મિમિ વરસાદ પડ્યો છે, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 210.44 મિમિ , પૂર્વ-મધ્ય ગુજરાતમાં 141.74 મિમિ , ઉત્તર ગુજરાતમાં 102.93 મિમિ અને કચ્છમાં સૌથી ઓછો 9.60 મિમિ વરસાદ નોંધાયો છે. 

    જળાશયોમાં પાણીની સ્થિતિ: 10 ડેમ હાઈ એલર્ટ પર

    વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં હાલ સંગ્રહ ક્ષમતાના 41.12% પાણી ઉપલબ્ધ છે. સુરક્ષાની દૃષ્ટિએ વહીવટી તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જેમાં 10 ડેમ હાઈ એલર્ટ પર, 4 એલર્ટ પર અને 10 વોર્નિંગ પર છે.  

    આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

    હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આગાહી કરી છે કે 10 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આજે પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply