Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: સુરત-ભાવનગર સહિત 8 વિસ્તારોમાં 'રેડ-ઓરેન્જ એલર્ટ', બંદરો પર 3 નંબરનું સિગ્નલ

Live TV

X
  • ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: સુરત-ભાવનગર સહિત 8 વિસ્તારોમાં 'રેડ-ઓરેન્જ એલર્ટ', બંદરો પર 3 નંબરનું સિગ્નલ

    સમગ્ર ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં સક્રિય થયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એકસાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસો ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે.

    એકસાથે ૩ સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગ

    હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે. વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ સિસ્ટમ, આ ત્રણેય સિસ્ટમ એકસાથે સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે.

    કયા જિલ્લામાં કેવું એલર્ટ?

    આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં રેડ તથા ઓરેન્જ  એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા છે.

    દરિયો તોફાની બન્યો: માછીમારોને કડક સૂચના

    વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતનો દરિયો અત્યંત તોફાની બન્યો છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા કડક આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ મુખ્ય બંદરો પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.

    હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા કે પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply