Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ‘સશક્ત નારી મેળા’ની ધૂમ

Live TV

X
  • ગુજરાતમાં ‘સશક્ત નારી મેળા’ની ધૂમ: 31 જિલ્લાઓમાં 4 કરોડ રૂ.થી વધુના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાતની નારીશક્તિએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના 31 જિલ્લાઓમાં યોજાયેલા ‘સશક્ત નારી મેળા’એ મહિલા સશક્તીકરણ અને સ્વદેશી ઉત્પાદનોના સંગમ થકી ઇતિહાસ રચ્યો છે. માત્ર થોડા જ દિવસોમાં આ મેળાઓ દ્વારા ₹4.10 કરોડથી વધુની કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ નોંધાયું છે.

    5 લાખથી વધુ મુલાકાતીઓ અને 2300 સ્ટોલ્સ

    ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ગત 18 થી 23 ડિસેમ્બર દરમિયાન આયોજિત આ મેળામાં લોકજુવાળ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં કુલ 2300થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. અંદાજે 5 લાખથી વધુ નાગરિકોએ આ મેળાની મુલાકાત લઈ ગ્રામીણ મહિલાઓના હસ્તકૌશલ્યને બિરદાવ્યું હતું. આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ 11 ડિસેમ્બરે પાલનપુર, બનાસકાંઠાથી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.

    ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ને મળ્યું નવું બળ

    આ મેળાની સૌથી મોટી વિશેષતા ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ (ODOP) યોજના રહી. દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ સમાન ઉત્પાદનો એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાયા હતા. મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ પરંપરાગત ભરતકામ અને ઝરીકામ, હેન્ડલૂમ અને હસ્તકળાના નમૂના, શુદ્ધ ઓર્ગેનિક ખેતી ઉત્પાદનો, સ્થાનિક સ્વાદિષ્ટ વાનગીઓ અને પરંપરાગત નાસ્તા આ તમામ વસ્તુઓને ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વચેટિયાઓ કે એજન્ટો વગર સીધું જ ગ્રાહકો સુધી વેચાણ થવાથી મહિલાઓને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે.

    ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શન હેઠળ મળેલી આ સફળતા બાદ સરકાર હવે આ પ્રકલ્પને વધુ વિસ્તૃત બનાવશે. આગામી સમયમાં મહિલાઓના ઉત્પાદનોને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા સહાય અપાશે. રાજ્યના દરેક ખૂણે આવા મેળાનું વારંવાર આયોજન કરી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અપાશે.

    આ મેળાએ સાબિત કરી દીધું છે કે જ્યારે નારીશક્તિને યોગ્ય મંચ મળે છે, ત્યારે તે ‘આત્મનિર્ભર ગુજરાત’ના પાયાને વધુ મજબૂત બનાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply