ગુજરાતમાં 10 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ વરસાદ
Live TV
-
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે મંગળવારે (24 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 112 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 36 તાલુકામાં 2 થી 8 ઈંચ અને અન્ય 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
આજે મંગળવારે સવારે 6 થી સાંજના વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, દાહોદમાં 7.09 ઈંચ, વલસાડના વાપીમાં 6.02 ઈંચ, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 5.55 ઈંચ, તાપીના સોનગઢમાં 5 ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં 4.92 ઈંચ, સુરતના બારડોલીમાં 4.88 ઈંચ, તાપીના વ્યારામાં 4.8 ઈંચ, પંચમહાલના મોરવામાં 4.37 ઈંચ, વલસાડના પારડીમાં 4.25 ઈંચ, છોટા ઉદેપુરના સંખેડામાં 4.21 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.06 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે પંચમહાલના હાલોલ, વલસાડના ધરમપુર, નવસારીના ખેરગામ અને ભરૂચના નેત્રંગમાં 3.9-3.9 ઈંચ, અરવલ્લીના મોડાસામાં 3.86 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.62 ઈંચ, પંચમહાલના ગોધરામાં 3.54 ઈંચ, સુરતના મહુવામાં 3.39 ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 3.35 ઈંચ, સુરતના માંડવીમાં 3.23 ઈંચ, દાહોદના લીમખેડામાં 3.19 ઈંચ અને સંજેલીમાં 3.07 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે અન્ય 11 તાલુકામાં 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાત સહિતના 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
