Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બજેટઃ અષાઢી બીજથી ખેડૂતોને નર્મદાનું પાણી આપવાની નાણામંત્રીની જાહેરાત

Live TV

X
  • આજથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રી નીતિન પટેલે આજે 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કર્યું છે. 

    નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા એક સંબોધન કર્યું હતું, જેમાં તેમણે લોકસભામાં ભવ્ય જીત મેળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. આ બજેટમાં જળસંચય, પર્યાવરણ, રોજગાર, શિક્ષણ અને કૃષિ જેવા મહત્વના પાસાંઓને આવરી લેવામાં આવ્યા છે. બજેટ પહેલા નાણામંત્રીએ ખેડૂતોને નર્મદાનું પાણી રથયાત્રાના દિવસથી આપવાની જાહેરાત કરી હતી. 

    બજેટમાં ખેડૂતો માટે વીજ કનેક્શન, પાક વીમો અને કૃષિ લોનને લઈને પણ કેટલીક જોગવાઇઓ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતને રૂ 1131 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડની જોગવાઇ કરાઇ છે. 

    જાણો બજેટમાં રજૂ કરાયેલી જાહેરાતોઃ 

    - સિંહોના સંવર્ધન માટે 112 કરોડ રૂપિયાની જોગવાઈ 
    - સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પર્યાવરણના જતન માટે રૂપિયા 69 કરોડની જોગવાઈ
    - નર્મદા યોજના માટે રૂ.6595 કરોડની જોગવાઇ 
    - નર્મદા નહેરના વધારાના બાંધકામ માટે રૂ.371 કરોડ વપરાશે 
    - નહેરોના બાંધકામ માટે રૂ.2744 કરોડ વાપરવામાં આવશે 
    - જમીન સંપાદન માટે રૂ.300 કરોડ વપરાશે
    - ગરુડેશ્વર વિયર અને ગોરબ્રિજના બાંધકામ માટે રૂ.247 કરોડ વપરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply