ગુજરાત બજેટઃ જાણો પાણી-જળસંચયને લઈને કરેલ જોગવાઈ અંગે
Live TV
-
આજથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રી નીતિન પટેલે આજે 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, અમારી સરકાર માત્ર સુત્રો આપવામાં જ નહિ પરંતુ યોજના બનાવવામાં તથા તેને ફળીભૂત કરવામાં વિશ્વાસ રાખે છે.
નાણામંત્રીએ કરેલી અગત્યની જાહેરાતો અને મુદ્દાઃ
- રાજ્યમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધારવા તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં જળ સલામતી સુનિશ્ચિત કરવા, દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા રાજ્યના દરિયાકાંઠા પર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત
- નલ સે જલ યોજના અંતર્ગત સરકાર આગામી ત્રણ વર્ષમાં આશરે રૂ. 20,000 કરોડનો ખર્ચ કરી ગુજરાતનું એક પણ ઘર ટેપ વોટરથી વંચિત ન રહે તે માટે સુનિશ્ચિત કરશે તેવી જોગવાઈ
- રાજ્યમાં 18 લાખ હેક્ટર વિસ્તાર માઈક્રો ઈરીગેશન હેઠળ આવરી લેવાયેલ છે. જેનો લાભ 11 લાખ 34 હજાર ખેડૂતોને મળી રહ્યો છે. આગામી 3 વર્ષમાં માઈક્રો ઈરીગેશન હેઠળનો વિસ્તાર મોટા પ્રમાણમાં વધારવાની સરકારની જાહેરાત
- અત્યાર સુધીમાં જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ મેળવવા અરજી કરેલી છે તેવા તમામ ખેડૂતોને આવતી અષાઢી બીજ સુધીમાં વીજ કનેક્શન આપી દેવામાં આવશે. આમ, અત્યારે પડતર તમામ 1 લાખ 25 હજાર માંગણીઓમાં નવા વીજ કનેક્શન આપવામાં આવશે તેવી પણ જાહેરાત
- બનાસકાંઠા જિલ્લા માટે અગત્યની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ. આ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના ૬૦૦૦ હેક્ટરમાં પિયત થશે તેવી જોગવાઈ
-બંધોની જાળવણી, નહેર માળખા સુધારણ, સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન માટે રૂ.7157 કરોડની જોગવાઈ
- દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ
- રાજ્યમાં PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી, 28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ ચુકવ્યા
- ખેડૂતોને વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઈ
- જળસંચય માટે સરકારની પાણીદાર યોજનાઓ
- 18 લાખ ખેડૂતોને પાક વિમા માટે રૂ.1073 કરોડની જોગવાઈ
- બાગાયતી પાકોમાં વેલ્યુ એડીશન માટે હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે
