Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ભાજપના પ્રમુખ પદ માટે આજે ભરાશે ફોર્મ,આવતી કાલે પ્રમુખની જાહેરાત

Live TV

X
  • ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ 4 ઓક્ટોબરે મળશે,ચૂંટણીનો કાર્યક્રમ જાહેર,- અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલ સહિત 250થી વધારે લોકો મતદાર

    લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય અને ગુજરાત પ્રદેશના નવા રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. કમલમ ખાતે હાલ મંડપ બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે. ભાજપના મુખ્ય મથકે માહોલ બદલાતો નજરે પડી રહ્યો છે. કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે.

    ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.

    ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે.

    ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ સામે મજબૂત વ્યૂહરચના ઘડવા માટે તેમજ આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ તત્પર છે.કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે કયો ચહેરો નવા અધ્યક્ષ તરીકે સામે આવશે અને આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે નેતૃત્વ કરશે.

    પાર્ટીના સૂત્રો જણાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ બનશે. હાલ કમલમમાં સતત બેઠકો ચાલી રહી છે અને ઉમેદવારના નામો પર ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

    નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગશે. ભાજપ માટે આગામી સમયગાળો અત્યંત નિર્ણાયક છે, કારણ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સંગઠનાત્મક રીતે સક્રિય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને કાર્યકરોમાં ઉર્જા ભરી દેવા નવા અધ્યક્ષનું નેતૃત્વ કામ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply