ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો થઈ જાહેર, 3 નવે. મતદાન
Live TV
-
કરજણ, કપરાડા, અબડાસા, ડાંગ, ગઢડા, લીંબડી, મોરબી અને ધારી બેઠકો શામેલ-ભાજપ અને કોંગેંસમાં ચૂંટણીને લઈ ગતિવિધિઓ થઇ તેજ
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ આઠ બેઠકમાં કરજણ, કપરાડા, અબડાસા, ડાંગ, ગઢડા, લીંબડી, મોરબી અને ધારી બેઠકનો સમાવેશ થાય છે.
તમામ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ પેટાચૂંટણી માટે 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે., જ્યારે 19 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
પેટાચૂંટણીઓની તારીખો જાહેર થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
