ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અખિલ ભારતીય પોલીસ ટેનિસ સ્પર્ધાનો આજથી આરંભ
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ છ દિવસીય ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાને ખુલ્લી મૂકતા, ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર યોજાઇ રહેલી આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે છે. તેમણે સંવેદનશીલ અભિગમ સાથે દેશભરમાં કાયદા અને સુવ્યવસ્થા જાળવવામાં પોલીસની કામગીરી બિરદાવી હતી. આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહયા હતા. આ ચેમ્પિયનશિપના પ્રારંભ પ્રસંગે આ સ્પર્ધામાં ભાગ લેનાર યુનિટના કેપ્ટનનો દ્વારા શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
