Skip to main content
Settings Settings for Dark

ડાંગમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, સાપુતારાના પહાડો ધુમ્મસની ચાદરમાં લપેટાયા

Live TV

X
  • ડાંગમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, સાપુતારાના પહાડો ધુમ્મસની ચાદરમાં લપેટાયા

    જ્યાં એકતરફ સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમી અને હીટવેવની ઝપેટમાં છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા અને એકમાત્ર હિલ સ્ટેશન એવા ડાંગ-સાપુતારામાં કુદરતનો અનોખો કરિશ્મા જોવા મળ્યો છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરઉનાળે ચોમાસા કે શિયાળા જેવો અદભુત માહોલ સર્જાયો છે. સાપુતારાના પહાડી વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતાં વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે.

    તાપમાનનો પારો ગગડ્યો, સ્થાનિકોને ગરમીથી મોટી રાહત

    છેલ્લા ઘણા સમયથી ડાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો અને તાપમાનનો પારો સતત ઊંચો રહેતો હતો. જો કે, વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ આકાશી પલટાને કારણે ભારે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

    પ્રવાસીઓ માટે લોટરી લાગી: મિની કાશ્મીર જેવો નજારો!

    ઉનાળાના વેકેશનનો આનંદ માણવા માટે સાપુતારા પહોંચેલા પ્રવાસીઓ માટે તો આ વાતાવરણ કોઈ મોટી સરપ્રાઈઝથી ઓછું નથી. પહાડો પરથી પસાર થતી ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. પ્રવાસીઓ આ નયનરમ્ય નજારાને પોતાના કેમેરામાં કેદ કરતા અને પ્રકૃતિની મજા માણતા જોવા મળી રહ્યા છે. ભરઉનાળે સાપુતારા 'મિની કાશ્મીર' જેવો અહેસાસ કરાવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply