Skip to main content
Settings Settings for Dark

દીવમાં પુલ પાસે એક્ટિવા-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 5વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત 

Live TV

X
  • અકસ્માતમાં પુત્રના મોતના સમાચારથી સમગ્ર પરિવાર અને બુચરવાડા ગામમાં ઘેરો શોક વ્યાપ્યો છે. અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકને ઝડપવા દીવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે વહેલી સવારે એક્ટિવા અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવામાં સવાર 5 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જ્યારે તેની માતાને ઘાયલ થતા 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. 

    દીવના બુચરવાડા ગામે રહેતા મોનિકાબેન કિશોરભાઈ આજે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ બુચરવાડાથી પોતાના ૫ વર્ષીય પુત્ર તેજને શાળાએ મૂકવા એક્ટિવા લઈને જતા હતા ત્યારે દીવ પુલ પાસે સર્કલ નજીક પુરઝડપે આવતા રેતી ભરેલા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

    અકસ્માત સર્જીને ટ્રેકટર ચાલક નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં મોનિકાબેનના ૫ વર્ષના બાળક તેજનુ ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેજ મોનિકાબેનનો મોટો પુત્ર હતો. અકસ્માતમાં પુત્રના મોતના સમાચારથી સમગ્ર પરિવાર અને બુચરવાડા ગામમાં ઘેરો શોક વ્યાપ્યો છે. અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકને ઝડપવા દીવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply