ધારપુર મેડીકલ કોલેજના તબીબોએ મહિલાના પેટની 25 કિલોની ગાંઠનું સફળ ઑપરેશન કર્યું
Live TV
-
જાણકારી પ્રમાણે મહિલાના શરીરમાં ઑપરેશન પહેલા માત્ર 4 ટકા જ લોહી હતું, પરંતુ હોસ્પિટલના ડૉક્ટરોએ જ તેને લોહી આપી સફળ ઑપરેશન કરી તેને જીવનદાન આપ્યું હતું.
પાટણ જિલ્લાના ધારપુરની મેડીકલ કોલેજ હોસ્પિટલના ડૉ. એચડી પાલેકર અને તેમની ટીમે એક મહિલા દર્દીના પેટની ગાંઠનું સફળ ઑપરેશન કરી તેને નવું જીવન બક્ષ્યું છે.
આ મહિલાના પેટમાં પાણી ભરાવાના કારણે 25 કિલોની ગાંઠ બની હતી. જેને ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલના સર્જરી ડૉક્ટરોની ટીમે ઑપરેશન કરી બહાર કાઢી હતી. કોઈ સરકારી હોસ્પિટલમાં આવડી મોટી ગાંઠનું ઑપરેશન કદાચ પહેલીવાર જ થયું હશે.
જાણકારી પ્રમાણે મહિલાના શરીરમાં ઑપરેશન પહેલા માત્ર 4 ટકા જ લોહી હતું, પરંતુ હોસ્પિટલના ડૉક્ટરોએ જ તેને લોહી આપી સફળ ઑપરેશન કરી તેને જીવનદાન આપ્યું હતું.