Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: પશુધનને સુરક્ષિત રાખવા 100% રસીકરણ પૂર્ણ, સવા છ લાખ પશુઓને અપાઈ સુરક્ષા

Live TV

X
  • પંચમહાલ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ખરવા-મોવાસા જેવા ગંભીર અને ચેપી રોગથી બચાવવા માટે હાથ ધરવામાં આવેલું રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

    આ ઝુંબેશ હેઠળ જિલ્લાના સાતેય તાલુકાઓમાં અંદાજે સવા છ લાખ જેટલા દુધાળા પશુઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી છે.ખરવા-મોવાસા રોગને કારણે પશુઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે, જેમાં મોઢામાં ચાંદા પડવા અને પગમાં સોજા આવવાની સમસ્યા જોવા મળે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય છે. પશુ ચિકિત્સકોના મતે, આ રોગની કોઈ ચોક્કસ દવા નથી, તેથી સમયસર રસીકરણ જ એકમાત્ર અસરકારક ઉપાય છે.રાજ્ય સરકારની ખાસ યોજના હેઠળ આ સમગ્ર રસીકરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે, જેનાથી પશુપાલકો પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ પડ્યો નથી. આ અભિયાનથી જિલ્લાના પશુપાલકોને મોટા આર્થિક નુકસાનથી બચાવવામાં વહીવટી તંત્રને મોટી સફળતા મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply