Skip to main content
Settings Settings for Dark

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ - 'ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

Live TV

X
  • પત્રકારો માટે 'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇનનો વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી પ્રારંભ: સતત બીજા વર્ષે રાજ્યભરમાં પત્રકારોની થશે આરોગ્ય તપાસ

    અમદાવાદ: પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, 'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે.'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલે સૌપ્રથમ પત્રકારઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે મુદ્દે પત્રકારઓનાં મંતવ્યો જાણ્યાં હતાં.

    અજય પટેલે જણાવ્યું હતું કે, આ સેવાનો તેમને આનંદ છે અને વધુમાં વધુ પત્રકારો આ આરોગ્ય કેમ્પમાં જોડાઈને આ સેવાનો લાભ લે તે માટે તેઓ કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં જરૂર પડ્યે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડૉક્ટરોની પણ મદદ લેવામાં આવશે. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને આ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા અનુરોધ કર્યો હતો.

    'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇનની સફળતાનો ચિતાર આપતા  પટેલે જણાવ્યું કે ગત વર્ષે 2200 જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી. 264 જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી. જેમાંથી 44 જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા.માહિતી નિયામક  કે.એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માહિતી ખાતા અને રેડ ક્રોસ વચ્ચે પત્રકારોની આરોગ્ય તપાસણી માટે થયેલો એમઓયુ (MOU) કદાચ દેશની આ પ્રથમ ઘટના છે. કોઈ સરકારી વિભાગ રેડક્રોસ સાથે આ પ્રકારે MOU કરીને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરે તે અનન્ય છે.

    તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. મુખ્યમંત્રીના સૂચનને પગલે આપણે આ વર્ષે પણ પત્રકારોની આરોગ્ય તપાસ માટે રાજ્યવ્યાપી કેમ્પ રેડ ક્રોસની મદદથી કરવાના છીએ.બચાણીએ આ તકે રેડ ક્રોસની સ્થાપનાની ભૂમિકા આપી હતી અને ગુજરાત રેડ ક્રોસે તેના મૂળ મેન્ડેટથી આગળ વધીને પત્રકારોની આરોગ્ય સેવા અને તપાસનું અભિયાન શરૂ કર્યું છે, તેને પ્રશંસનીય ગણાવ્યું હતું.બચાણીએ પત્રકારોને અનુરોધ કરતાં કહ્યું કે, જીવનશૈલી ભાગદોડ ભરેલી હોય છે છતાં આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને વ્યાયામ, યોગ્ય ભોજન સહિતની સ્વાસ્થ્ય દરકાર રાખવી જોઈએ.

    ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના જનરલ સેક્રેટરી પ્રકાશ પરમારે રેડ ક્રોસની પ્રવૃત્તિઓનો ચિતાર ઉપસ્થિતોને આપ્યો હતો અને આ મહત્ત્વપૂર્ણ કેમ્પેઇનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply