પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ: કચ્છના 'છારી ઢંઢ' ને મળ્યો રામસર સાઈટનો દરજ્જો
Live TV
-
પર્યાવરણ પ્રેમીઓ અને પક્ષીવિદો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય 'છારી ઢંઢ' (Chhari Dhandh) ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી 'રામસર સાઈટ' (Ramsar Site) તરીકે જાહેર કરવામાં આવી છે.
આ માન્યતા મળતા હવે છારી ઢંઢના સંરક્ષણ અને પક્ષી અભયારણ્યના વિકાસ માટે વૈશ્વિક સ્તરે મદદ અને ઓળખ પ્રાપ્ત થશે.છારી ઢંઢ હવે ગુજરાતની પાંચમી રામસર સાઈટ બની ગઈ છે. આ પહેલા રાજ્યમાં નીચે મુજબની સાઈટ્સને આ દરજ્જો મળેલો છે.નળ સરોવર પક્ષી અભયારણ્ય,થોળ પક્ષી અભયારણ્ય,ખિજડીયા પક્ષી અભયારણ્ય,વઢવાણા વેટલેન્ડ ,છારી ઢંઢ (કચ્છ) - નવીનતમ ઉમેરો નોંધનીય છે કે સમગ્ર દેશના કુલ વેટલેન્ડ (ભીની ભૂમિ) વિસ્તારમાં 21 ટકા જેટલો માતબર હિસ્સો માત્ર ગુજરાત ધરાવે છે. કચ્છનું છારી ઢંઢ શિયાળા દરમિયાન હજારો માઇગ્રેટરી પક્ષીઓ (સ્થળાંતરિત પક્ષીઓ) માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં ફ્લેમિંગો, પેલિકન અને અનેક દુર્લભ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.આ આંતરરાષ્ટ્રીય દરજ્જાને કારણે કચ્છમાં પ્રવાસન અને ખાસ કરીને ઈકો-ટુરિઝમ ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળશે. વિશ્વભરના પક્ષીપ્રેમીઓ અને સંશોધકો માટે છારી ઢંઢ હવે આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.ઈરાનના 'રામસર' શહેરમાં 1971માં ભીની ભૂમિના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી. આ સંધિ હેઠળ જે વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વનું ગણવામાં આવે તેને 'રામસર સાઈટ' કહેવામાં આવે છે. તેનો મુખ્ય ઉદેશ્ય પક્ષીઓ અને જૈવવિવિધતાનું રક્ષણ કરવાનો છે.
