બુલેટ ટ્રેન રૂટ પર 2500 ગરીબોના મોતિયાના મફત ઓપરેશન કરાશે: NHSRCL અને BPA વચ્ચે MoU
Live TV
-
અમદાવાદથી સુરત સુધીના બુલેટ ટ્રેન રૂટ પર આવતા ગ્રામીણ વિસ્તારોના ગરીબ પરિવારો માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ ગરીબો માટે 2500 જેટલા મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવશે. 25 મે 2026 ના રોજ ચીફ પ્રોજેક્ટ મેનેજર રાજેશ અગ્રવાલ, BPA ના જનરલ સેક્રેટરી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નંદિની રાવલની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયા હતા.આ માનવતાવાદી પ્રોજેક્ટ હેઠળ પોરેચા આંખની હોસ્પિટલની સુસજ્જ મોબાઈલ વાન આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ અને સુરતની આસપાસના ગામડાઓમાં જઈને લોકોની આંખોની તપાસ કરશે અને મફત દવાઓ આપશે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે, તેમને પોરેચા આંખની હોસ્પિટલ ખાતે લાવીને સર્જરી કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હજુ લોન્ચિંગના તબક્કામાં છે, તે પૂર્વે જ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી આ સામાજિક સેવાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
