મધુવંતી યોજના 100% ભરતા આસપાસના ગામોને એલર્ટ કરાયા
Live TV
-
ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે, ગુજરાતનાં મોટાભાગના જળાશયો છલકાઈ રહ્યાં છે. એવામાં ગુજરાતનાં, જૂનાગઢના મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામ પાસે મધુવંતી નદી પર આવેલા મધુવંતી સિંચાઇ યોજનામાં 100% પાણીની આવક થયેલ છે. મધુવંતી સિંચાઇ યોજના 100% ભરાયેલ હોવાથી આસપાસના ગામોને ચેતવણી આપવામાં આવી છે. આ યોજના પોતાની સંપૂર્ણ સપાટીએ ભરતા ઓવરફ્લો થતાં નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈ એ અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મધુવંતી સિંચાઇ યોજના ઓવરફ્લો થતાં મેંદરડા તાલુકાના કેનેડીપુર, બાબરતીર્થ, અમરગઢ, મેંદરડા, આલીધ્રા, મીઠાપુર, નાની ખોડિયાર; અને વંથલી તાલુકાના ભંડારા , ભાટિયા, બોડકા, ગડઈ, કોંજડી, મોટા કાજળીયાળા, ટીનમસ, વસપડા, ગામોને ચેતવણી આપવામાં આવી છે. ડેમની હાલની સ્થિતિમાં પાણીની સપાટી 165 મીટર(50.99 ફૂટ) નોંધાયેલ છે.
