મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની સરાહનીય કામગીરી
Live TV
-
મહેસાણાનો રોહન વિમાલભાઈ દેસાઈ નામનો યુવાન ચીનમાં છેલ્લા 4 વર્ષથી MBBS માંઅભ્યાસ કરી રહયો છે..કોરાના વાયરસ પહેલા રોહને પોતાનો પાસપોર્ટ ચીનની એમ્બેસીમાં રીન્યુ માટે જમા કરાવ્યો હતો .કોરાના વાયરસ વધતાં ચીનમાં એમ્બેસી બંધ થતાં રોહન ને ભારત આવવું મુશ્કેલ બન્યું હતું મહેસાણા ના સાંસદ શારદાબેન પટેલ ને આ બાબતની જાણ થતાં એમણે વિદેશ મંત્રાલય નો સંપર્ક કરી મહેસાણા ના યુવાન ને મહેસાણા વતન લાવવાની તજવીજ હાથ ધરી હતી અને આમાટે તેમણે મંત્રાલય નો ટેલિફોનિક સંપર્ક કરી રોહન દેસાઈ ને તેનો પાસપોર્ટ ચીનમાં એમ્બેસરી દ્વારા પરત અપાવ્યો હતો.આ સરાહનાભરી કામગીરી બદલ પરિવારે ભારત સરકાર અને સાંસદનો આભાર માન્યો હતો.
