Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 'વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ અમદાવાદ' ઈવેન્‍ટ યોજાઈ

Live TV

X
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.12,571 કરોડનાં સંભવિત રોકાણો માટેના 484 MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે 17હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. ઉદ્યોગમંત્રી બળવંત રાજપૂત તથા અમદાવાદના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ અવસરના સાક્ષી બન્યા હતા.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા  કહ્યું હતું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 2,590 MoU રૂ. 25,147 કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે 65 હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે..મુખ્યમંત્રીએ  20મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply