મોડાસાની શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ વાલીઓને તુલસીના છોડ આપી કરાયો
Live TV
-
વાલીઓને તુલસીના છોડની સાથે સાથે બાળકોને શાળાકીય સાધન - સામગ્રી આપવામાં આપવામાં આવી હતી. આ સાથે જ પર્યાવરણનું જતન કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વેકેશન બાદ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેટલીય જગ્યાઓ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જો કે મોડાસાની સરસ્વતી બાલમંદિર પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ યોજાયો છે.
આ શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોના વાલીઓને તુલસીના છોડ આપી સન્માન કરી નાના ભૂલકાંઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે રીતે તુલસીનું માન સન્માન સાથે જતન કરવામાં આવે છે, તેવી જ રીતે દેશનું ભવિષ્ય એવા 90 જેટલા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
વાલીઓને તુલસીના છોડની સાથે સાથે બાળકોને શાળાકીય સાધન - સામગ્રી આપવામાં આપવામાં આવી હતી. આ સાથે જ પર્યાવરણનું જતન કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.