Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે NSQF કક્ષાના શોર્ટ ટર્મ પેરા મેડિકલ કોર્ષની શરૂઆત.

Live TV

X
  • ગુજરાત રાજ્ય શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ મંત્રાલય વિભાગ અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) મોરબી ખાતે એન.એસ. ક્યૂ. એફ. કક્ષાના જનરલ ડયુટી આસિસ્ટન્ટ પેરા મેડિકલ શોર્ટ ટર્મ કોર્ષની શરૂઆત

    ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાનાં વધતા વ્યાપ અને હોસ્પિટલમા જરૂરી ટ્રેઈન સ્ટાફ મળી રહે તેમાટે આઈ.એમ સી.દ્વારા સરકાર પાસે મંજૂરી લઈ મોરબી આઇ.ટી.આઇ. ખાતે પેરા મેડિકલ સ્ટાફ જનરલ ડયુટી આસિસ્ટન્ટ (૪૨૦ કલાક નાં )કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે. જે અંગે આઈ ટી આઈ પ્રિન્સીપાલ પરમાર તથા આઈ એમ.સી ના ચેરમેન રાજુ ધમાસણાએ માહિતી આપતા જણાવેલ કે દશ ધોરણ પાસ વિદ્યાર્થી જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરતાં એડમિશન મેળવી શકશે..તેમજ  હાલ જ્યારે હોસ્પિટલમા ટ્રેઈની સ્ટાફની અછત હોય છે. આ કોર્ષથી તાલીમાર્થીઓને રોજગારીની સારી તકો,  હોસ્પિટલ તંત્ર અને દર્દીઓ માટે જરૂરી તાલીમ પામેલ સ્ટાફ લોકભોગ્ય બનતા, રાહત રૂપ બની રહેશે. તેમજ તાલીમાર્થીઓને એન.સી.આર. ટી. ભારત સરકાર માન્ય વિશેષ સર્ટિફીકેટ આપવામાં આવે છે. જે તેમને રોજગાર માટે પણ ઉપયોગી બની રહેશે.

    ઉલ્લેખનીય છે કે તાલીમાર્થીઓ ને હાલ મોરબી સિવિલ હોસ્પિટલમા ઓન જોબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવે છે ,જેથી તેઓ ફિલ્ડમાં જાય ત્યારે વધુ સારી રીતે ફરજ બજાવી શકે. તેમજ સમગ્ર ગુજરાતમાં આઈ.એમ સી.દ્વારા આ પ્રકારે સૌ પ્રથમ વાર આ  કોર્ષ શરૂ કરવામાં આવ્યો હોવાનુ આઈ.એમ.સી.કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply