Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 121 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, અનેક જળાશયોમાં નવા નીરની આવક 

Live TV

X
  • રાજ્યના ૧૨૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે, સ્ટેટ ઇમરજન્સી છેલ્લાં ચોવીસ કલાકમાં છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. છોટા ઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકામાં સાડા ચાર ઇંચ, મેઘરજ, બોડેલીમાં ચાર ઇંચ તથા માલપુર - હાલોલમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. 

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ મેઘરજ, માલપુર અને બોડેલી તાલુકામાં ૯૧ મી.મી. થી વધુ, હાલોલમાં ૮૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજયના કુલ ૧૨૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

    આ ઉપરાંત ચીખલી, જાંબુઘોડા, સોનગઢ, દાહોદ, ઉચ્છલ અને ઉમરેઠ મળી કુલ ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ૩ ઈંચથી ઓછો, જ્યારે ઘોઘંબા, વાંકાનેર, વાંસદા, ધરમપુર, ગોધરા, કુકરમુંડા, ગણદેવી, વીરપુર, દેવગઢબારિયા, લુણાવાડા, નસવાડી, લીમખેડા, ડોલવણ, વઘઈ, શહેરા, ગરૂડેશ્વર, સિંગવાડ, વાલોડ, કપરાડા, સિનોર, વાઘોડિયા અને નાંદોદ મળી કુલ ૨૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 

    જયારે અન્ય ૩૩ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ અને એક ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૫૪ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ પ્રદેશમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૭૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૪૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply