Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના 16,514 સક્રિય કેસ; 89 દર્દીઓ વેન્ટીલેટર પર

Live TV

X
  • કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે રાજ્યમાં આજે રાજ્યમાં કોવિડ-19ના 1330 નવા દર્દીઓ નોંધાયા તો વધુ 1276 દર્દીઓ સાજા થયા..આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,05,671 પર પહોંચ્યો છે....જેમાંથી સક્રિય કેસની સંખ્યા 16,514 છે..હાલ રાજ્યમાં સારવાર હેઠળ કુલ દર્દીઓમાંથી 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે તો 16,425 દર્દીઓની સ્થિતિ સ્થિર છે...તો છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓ કોરોના સામે જંગ હારતા રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે....તો અત્યાર સુધી 86,034 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...

    રાજ્યમાં વધુ જે 15 મૃત્યુઆંક નોંધાયો તેમાંથી સુરતમાં 6 (શહેર: 4, ગ્રામ્ય 2), અમદાવાદ શહેરમાં 3, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ શહેરમાં 1-1 તો વડોદરામાં 2 દર્દીઓનો સમાવેશ થાય છે...

    નવા નોંધાયેલા 1330 કેસમાંથી સુરતમાં 286, અમદાવાદમાં 172 અને વડોદરામાં 128 કેસ નોંધાયા છે...

    આજે રાજ્યમાં કુલ 72,690 ટેસ્ટ કરવામાં આવ્યા, જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1118.30 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેલ છે...મહત્વનું રાજ્યમાં અત્યાર સુધી કુલ 28,53,371 ટેસ્ટ કરવામાં આવ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply