Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવાઓમાં નાગરિકોને સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે સતત કાર્યરત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Live TV

X
  • - આ બજેટમાં પણ રાજ્યભરની તમામ મેડિકલ કોલેજ તેમજ સરકારી સિવિલ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સર્વિસિઝ વધુ સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું

    - એસ.એસ.જી. હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ વડોદરા ખાતે નેશનલ મેડીકલ કમિશનના ધારા ધોરણો મુજબ શૈક્ષણિક સંવર્ગની 159 જગ્યાઓના મહેકમની સામે કુલ 307 જગ્યાઓનું મહેકમ મંજુર કરવામાં આવ્યું

    - NMCના ધારાધોરણો મુજબ 1030 પથારીની જરૂરીયાતની સામે એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે કુલ 1,300 પથારીની સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત

    વડોદરા સ્થિત એસ.એસ.જી. હોસ્પિટલના મંજુર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવાઓમાં નાગરિકોને સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે સતત કાર્ય કરી રહી છે. આ બજેટમાં પણ રાજ્યભરની તમામ મેડિકલ કોલેજ તેમજ સરકારી સિવિલ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સર્વિસિઝ વધુ સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું  છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં દૂરના અંતરિયાળ વિસ્તાર તેમજ  મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા ગુજરાતના સરહદી રાજ્યોમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

    મંત્રીએ ઉમેર્યું કે, નેશનલ મેડિકલ કાઉન્સિલના ધારાધોરણો મુજબ 1,030 પથારીની જરૂરીયાતની સામે એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે કુલ 1,300 પથારીની સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત છે. આ શૈક્ષણિક હોસ્પિટલ ખાતે સ્નાતક કક્ષાની- 250 અને અનુસ્નાતક કક્ષાની- 184 બેઠકો ઉપલબ્ધ છે. દર વર્ષે એમ.બી.બી.એસ.ના 250 અને પી.જી.ના 184 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

    મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે હોસ્પિટલ ખાતે દર્દીઓને પણ દર્દીલક્ષી સેવાઓ આપતા હોય છે. તેમજ વર્કલોડ તથા પી.જી. બેઠકોને ધ્યાને લઈ એસ.એસ.જી. હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ વડોદરા ખાતે નેશનલ મેડીકલ કમિશન, નવી દિલ્હીના ધારા ધોરણો મુજબ શૈક્ષણિક સંવર્ગની કુલ 159 જગ્યાઓના મહેકમની સામે કુલ 307 જગ્યાઓનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. સાથે સાથે હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવાર અર્થે તબીબોને સહાયક તરીકે નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફ પણ વિવિધ પ્રકારની તબીબી સારવાર સાથે અવિરત સેવાઓ આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply