વડોદરામાં ગુજરાતના હસ્તકલાના 44 કારીગરોને રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાયા હતા
Live TV
-
'નેશનલ હેન્ડલુમ ડે'ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. વડોદરામાં રાજ્યકક્ષાના હસ્તકલા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. અહીં હસ્તકલાની ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું અને હેન્ડલૂમ વેચાણ કેન્દ્રો ઉભા કરાયા હતા. આ સમારંભમાં ગુજરાતના હસ્તકલાના 44 કારીગરોને રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અલગ-અલગ કેટેગરીમાં કારીગરોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે હસ્તકલાના 44 કારીગરોને એવોર્ડ અપાયા હતા. આ સમારંભ થકી લોકોને હસ્તકલાની વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા